ભારતે વિશ્વ તીરંદાજી પેરા સીરિઝમાં 4 સુવર્ણ 3 રજત અને 8 કાંસ્ય ચંદ્રક
સહિત 15 ચંદ્રક જીતીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું.
વર્તમાન પેરાલિમ્પિક્સ ચેમ્પિયન હરવિંદર સિંહ અને વિશ્વ નંબર 1 શીતલ દેવીએ ભારતની આગેવાની હેઠળ અમદાવાદમાં વિશ્વ તીરંદાજી પેરા સિરીઝ સ્ટેજ 3 અભિયાનનો શાનદાર અંત કર્યો, તેઓએ ગઈકાલે અંતિમ દિવસે બે સુવર્ણ અને ચાર કાંસ્ય ચંદ્રક જીત્યા.
શીતલ દેવીએ નાટકીય શૂટ-ઓફમાં પોતાની હિંમત જાળવી
રાખીને પેરા કમ્પાઉન્ડ મહિલા વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યો, જ્યારે ડબલ પેરાલિમ્પિક્સ ચંદ્રક વિજેતા હરવિંદરે ભાવના સાથે મળીને પેરા રિકર્વ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.
રિકર્વ મિક્સ્ડ ટીમ ફાઇનલમાં, ડબલ પેરાલિમ્પિક્સ ચંદ્રક વિજેતા હરવિંદર અને ભાવનાએ ચીનની લિયાંગ કિયુરોંગ અને ઝિયા લેઈને સીધા સેટમાં 6-0થી હરાવી.
ત્યારબાદ ભાવનાએ ઓલ – ઇન્ડિયન પેરા રિકર્વ મહિલા કાંસ્ય ચંદ્રક પ્લે-ઓફમાં વધુ એક કાંસ્ય ચંદ્રક ઉમેર્યો.