સપ્ટેમ્બર 4, 2026 7:59 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતમાં આવતીકાલથી દિવ્યાંગો માટે યોજાનારી વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ માટે યાદગાર બની રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગુજરાતના અમદાવાદમાં આવતીકાલથી યોજનારી દિવ્યાંગોની વિશ્વ તીરંદાજી સ્પર્ધા ખેલાડીઓ અને અમદાવાદ માટે યાદગાર બની રહેશે. ગુજરાતના અમદાવાદમાં ભારતીય તીરંદાજી સંઘ દ્વારા યોજાયેલા હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ ઉદ્ઘાટન કાર્યક્રમને આજે વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી શાહે કહ્યું, ઑલિમ્પિક, ઍશિયન ગેમ્સ, રાષ્ટ્રમંડળ રમત, પોલીસ ગેમ્સમાં રમાતી તમામ રમતની શક્તિ વધારવાનો અમારું લક્ષ્ય છે. તેમણે આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધા વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતને નવું બળ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે સૌ ખેલાડીઓને શુભેચ્છાઓ પણ પાઠવી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અમદાવાદમાં આવતીકાલથી આગામી નવ તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં 19 દેશના 108થી વધુ દિવ્યાંગ તીરંદાજો ભાગ લઈ રહ્યા છે.