સપ્ટેમ્બર 13, 2026 9:32 એ એમ (AM)

printer

મહિલા એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે – પુરુષ ક્રિકેટમાં આજથી અફઘાનિસ્તાન સામે શ્રેણીનો આરંભ

મહિલા T20 ક્રિકેટ એશિયા કપની ફાઇનલમાં ભારતનો મુકાબલો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. દુબઈમાં રમાનારી આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે રમાશે. સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું.

ભારતે ગ્રુપ Aમાં બધી મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું. શ્રીલંકાએ સેમિફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું. શ્રીલંકાએ પણ પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું. શ્રીલંકાએ અગાઉ 2024માં આ ટાઇટલ જીત્યું હતું. જ્યારે ભારતે આ ટાઇટલ સાત વખત જીત્યું છે. 

પુરુષોની ક્રિકેટમાં ભારત આજે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે રમશે. બીજી મેચ મંગળવારેત્રીજી અને અંતિમ મેચ ગુરુવારે રમાશે. બધી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે સાત વાગ્યે રમાશે.

શ્રેયસ ઐયર ભારતીય ટીમનું નેતૃત્વ કરશેતિલક વર્મા ઉપ-કપ્તાન રહેશે. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ભારતીય ટીમમાં પરત ફર્યો છેજ્યારે અરુણ ચક્રવર્તી પણ ઈજા બાદ અને વૈભવ સૂર્યવંશીનો પણ ટીમમાં સમાવેશ છે.

ઇબ્રાહિમ ઝદરાન અફઘાનિસ્તાનનું નેતૃત્વ કરશે. ભારતે અફઘાનિસ્તાન સામે રમાયેલી નવ T20 મેચમાંથી આઠ જીતી છેજ્યારે એક મેચ ડ્રો રહી છે.