સપ્ટેમ્બર 13, 2026 9:42 એ એમ (AM)

printer

ગાંધીનગરમાં PM – ઇ બસમાં મુસાફરોને એક રૂપિયામાં મુસાફરીની સુવિધા

ગાંધીનગરમાં આગામી 11 નવેમ્બર સુધી પીએમ ઇ-બસમાં માત્ર એક રૂપિયામાં મુસાફરી કરી શકાશે. આગામી તહેવારને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા કરાયેલા આ જાહેરાત બાદ લોકો ભાઈબીજ સુધી પીએમ ઇ-બસમાં નજીવા દરે મુસાફરી કરી શકાશે.

તહેવારોના સમયે વિદ્યાર્થીઓ, શ્રમિકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ શહેરીજનોને પોષાય તેવી સુરક્ષિત પરિવહન સેવા પૂરી પાડવા આ નિર્ણય કરાયો હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવાયું. સાથે જ મહાપાલિકા દ્વારા લોકોને આ વિશેષ ભાડા યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 30 નવી ઇ-બસનું લોકાર્પણ કર્યું હતું.