આવતીકાલથી ત્રણ દિવસ વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો શરૂ થશે. મેળામાં આ વર્ષે પણ પરંપરાગત ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસીય સાંસ્કૃતિક મહાકુંભ દરમિયાન કુલ 25 જેટલી વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ યોજાશે તેવી માહિતી જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે આપી હતી.
વિશ્વ વિખ્યાત તરણેતરના મેળામાં આ વખતે તારીખ 14/9/2026 ને પ્રથમ દિવસના રોજ વાદનની બધી સ્પર્ધાઓ જેમ કે રાવણહથ્થો, ઢોલ, વાંસળી, મોરલી, ડાક ડમરૂ, શરણાઈ, શંખ, ઝાંઝ-મંજીરા અને કરતાલ એ પ્રથમ દિવસની સ્પર્ધાઓ રહેશે.