મહિલા ક્રિકેટમાં, આજે એશિયા કપના T20 ગ્રુપ Aના છેલ્લા મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે.
ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે. દરમિયાન, પાકિસ્તાને અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે, જેમાં તેણે થાઇલેન્ડને હરાવ્યું છે.