મહિલા ક્રિકેટમાં આજે T20 એશિયા કપની ગ્રુપ A ની છેલ્લી મેચમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ રાત્રે 8 વાગ્યે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થશે. ભારત થાઇલેન્ડ અને હોંગકોંગને હરાવીને સેમિફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. ભારત હવે પાકિસ્તાનને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે.
દરમિયાન પાકિસ્તાને અત્યાર સુધી ફક્ત એક જ મેચ રમી છે, જેમાં તેણે થાઇલેન્ડને હરાવ્યું છે. તેના બે પોઈન્ટ છે અને સેમિફાઇનલમાં પહોંચવા માટે તેને બાકી રહેલી મેચોમાંથી એક પોઈન્ટની જરૂર છે.
ગઈકાલે રાત્રે, યજમાન સંયુક્ત આરબ અમીરાતએ ઇન્ડોનેશિયાને છ વિકેટથી હરાવ્યું. ઇન્ડોનેશિયાએ 71 રન બનાવ્યા, જવાબમાં UAE એ 13 ઓવર અને એક બોલમાં ચાર વિકેટે 75 રન બનાવીને મેચ જીતી લીધી.