મહિલા એશિયા કપમાં ભારતે હોંગકોંગ સામે 137 રનથી શાનદાર જીત મેળવી. આ સાથે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું.
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ઓપનર સ્મૃતિ મંધાનાની સદીની મદદથી ભારતે 5 વિકેટ ગુમાવીને 193 રન બનાવ્યા. જવાબમાં, હોંગકોંગ 16 ઓવર અને 2 બોલમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ભારત આવતીકાલે પાકિસ્તાન સામે પોતાની અંતિમ ગ્રુપ મેચ રમશે, જ્યારે પાકિસ્તાન પોતાની પહેલી મેચ જીતીને બીજા સ્થાને છે.