ભારતીય મહિલા ક્રિકેટ ટીમે, મહિલા એશિયા કપ 2026ની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવ્યું છે. આ જીત સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે.
બાંગ્લાદેશે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી ભારતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા, જેમાં ઓપનર શેફાલી વર્માએ 40 બોલમાં 64 રન બનાવ્યા. તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી.
150 રનના લક્ષ્યનો પીછો કરતા, બાંગ્લાદેશએ નિર્ધારિત વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા. ભારત તરફથી દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી, નંદની શર્માએ બે વિકેટ લીધી જ્યારે શ્રી ચારણી અને પ્રેમા રાવતે એક-એક વિકેટ લીધી.
આજે બીજા સેમિફાઇનલમાં, પાકિસ્તાન દુબઈમાં શ્રીલંકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તે સ્પર્ધાના વિજેતા રવિવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે.