વિકસિત ભારત માટે 100 અઠવાડિયાના નશા-મુક્ત યુવા અભિયાનના ભાગ રૂપે આજે દેશભરના યુવાનો એકઠા થઈ રહ્યા છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અનુસાર, રાષ્ટ્રીય પ્રતિજ્ઞા સમારોહ એક હજાર 67 સ્થળોએ યોજાશે. આ અભિયાન નશા-મુક્ત પ્રતિજ્ઞા, હસ્તાક્ષર અભિયાન, શેરી નાટકો, સૂત્ર લેખન અને ચર્ચાઓ દ્વારા યુવાનો સુધી સીધું પહોંચશે.
આ અભિયાનમાં આધ્યાત્મિક જૂથો, અગ્રણી વ્યવસાયિક જૂથો, કોલેજો અને સ્થાનિક સંગઠનોનો સમાવેશ થાય છે. ગઈકાલે દેશભરમાં અભિયાનનો એક નવો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.