સપ્ટેમ્બર 6, 2026 8:04 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શિક્ષણનો ઉદ્દેશ્ય ફક્ત રોજગાર નહીં, પણ જવાબદાર નાગરિકોને તૈયાર કરવાનો હોવો જોઈએ

ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને કહ્યું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય ફક્ત રોજગાર માટે તૈયાર કરવાનો જ નહીં, પણ જવાબદાર નાગરિકોને તૈયાર કરવાનો પણ હોવો જોઈએ.

ગુવાહાટીમાં ગીતાનગર કોલેજના સુવર્ણ જયંતિ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે દેશની પ્રગતિ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સંશોધન અને ચારિત્ર્ય નિર્માણ જરૂરી છે.

ઉપરાષ્ટ્રપતિએ ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની વધતી ભાગીદારીને “મહિલા શક્તિ”નું પ્રતીક ગણાવ્યું. શ્રી રાધાકૃષ્ણન આજથી આસામની બે દિવસની મુલાકાતે છે.