ઓગસ્ટ 29, 2026 9:44 એ એમ (AM)

printer

ભારતના વેલાવન સેન્થિલકુમારે બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનનો ખિતાબ જીત્યો

ભારતના અગ્રણી સ્ક્વોશ ખેલાડી વેલાવન સેન્થિલકુમારે ફાઇનલમાં બાલાઝ ફાર્કાસને 3-0થી હરાવીને હંગેરીમાં યોજાયેલી બુડાપેસ્ટ સ્ક્વોશ ઓપનનો પ્રતિષ્ઠિત ખિતાબ પોતાના નામે કર્યો છે.

આ સ્પર્ધા દરમિયાન વેલાવને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ક્વાર્ટર ફાઇનલમા વિશ્વના 18મા નંબરના ખેલાડી અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલિસ્ટ ઈન યોવ એનજી ને 3-0 થી હરાવ્યો હતો. ત્યારબાદ સેમિફાઇનલમાં તેમનો મુકાબલો ભારતના વીર ચોટરાની સામે થયો હતો, જેમાં વેલાવને 3-2 થી જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.