રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને વીરતાના ગુણો કેળવાય તે હેતુથી ધોરણ 3થી 12ની શાળાઓમાં ‘પ્રોજેક્ટ વીર ગાથા 6.0‘ અમલમાં મુકાયો છે. આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં યોજાશે. શાળાઓએ ભાગ લેનાર વિદ્યાર્થીઓની એન્ટ્રી ઓનલાઈન કરવાની રહેશે. ધોરણ 3 થી 5 માટે પ્રિપેરેટરી સ્ટેજ, ધો. 6 થી 8 માટે મિડલ સ્ટેજ જ્યારે ધો. 9 થી 12 માટે સેકન્ડરી સ્ટેજ નક્કી કરાયું છે. જિલ્લા કક્ષાએ સ્ટેજ અને પ્રવૃત્તિઓનું સંકલન DIET દ્વારા કરાશે.
શાળા કક્ષાએ પ્રવૃત્તિઓ યોજાયા બાદ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની એન્ટ્રી શાળાઓ દ્વારા સીધી MyGov Portal પર અપલોડ કરવામાં આવશે. આ એન્ટ્રીઓ 5 ઓક્ટોબરથી પોર્ટલ પર અપલોડ કરી શકાશે.