ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં અદાજે ૪૫ કરોડથી વધુ કિંમતના સાડા પાંચ લાખ કિલોથી વધુ શુદ્ધ ઘીનો અભિષેક થયો હતો. પલ્લી મેળામાં ગાંધીનગર સહિત રાજ્યભરમાંથી 15 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા.
લોકવાયકા મુજબ દ્વાપરયુગમાં પાંડવોએ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ સોનાની પલ્લી બનાવી, તેના પર પાંચ કુંડાની સ્થાપના કરી હતી, જે બાદ પંચબલી યજ્ઞ કરવામાં આવ્યો હતો, ત્યારથી પલ્લીની પરંપરા ચાલી આવે છે.
લાકડામાંથી તૈયાર થયેલી પલ્લી મંદિર ખાતે મુકાઈ છે, જેમાં પૂનમ સુધી જ્યોત પ્રજ્વલિત રાખવામાં આવશે.