ઓક્ટોબર 21, 2026 8:36 એ એમ (AM)

printer

ગુજરાત યુનિવર્સિટીની UG-PGની પરીક્ષાઓ પાછી ઠેલાઈ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોની આગામી પરીક્ષાઓના સમયપત્રકમાં મોટો ફેરફાર સામે આવ્યો છે. અગાઉ 22મી ઓક્ટોબરથી શરૂ થનારી વિવિધ કોર્સની પરીક્ષાઓ હવે પાછી ઠેલવવામાં આવી છે અને તે 27મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, 18મી નવેમ્બરથી યોજાનારી પરીક્ષાઓ પણ દિવાળી વેકેશનના લીધે પાછી ઠેલાય એવી શક્યતા છે. આ પરીક્ષાઓ 25 નવેમ્બર પછી યોજાય એવી ધારણા છે.

યુનિવર્સિટીના નવા સમયપત્રક મુજબ, 27મી ઓક્ટોબરથી આઈએમબીએ, બીપીએ, ઇન્ટિગ્રેટેડ એમએસસી અને એમબીએ સપ્લાય ચેન મેનેજમેન્ટના સેમેસ્ટર-1, 3, 5, 7 અને 9 ની પરીક્ષાઓ લેવામાં આવશે, જે પહેલાં 22મી ઓક્ટોબરે યોજાનાર હતી.