ઓક્ટોબર 21, 2026 8:34 એ એમ (AM)

printer

ગુજરાતની ત્રણ મહિલા પેરા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ચંદ્રક જીત્યા

ગુજરાતની ત્રણ મહિલા પેરા ખેલાડીઓએ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ચંદ્રક કાંસ્ય જીત્યા છે. દાહોદના તેજલ ડામોરે પ્રજ્ઞાચક્ષુ એથ્લીટ્સ માટેની ટી12 કેટેગરીમાં 200 મીટરની દોડમાં 25.23 સેકન્ડના સમય સાથે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો.

જ્યારે પેરાલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા રહી ચૂકેલા ભાવિના પટેલને પેરા ટેબલ ટેનિસમાં ક્લાસ ૪/૫ કેટેગરીમાં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. તેમનો આ – સતત ત્રીજી એશિયન પેરા ગેમ્સમાં ત્રીજો ચંદ્રક છે. જ્યારે સોનલ પટેલે પેરા ટેબલ ટેનિસમાં ક્લાસ થ્રીની સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો.