ઓક્ટોબર 23, 2026 9:44 એ એમ (AM)

printer

યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, સુદ્રઢ બનાવવા અડાલજ ખાતે વંદે માતરમ કેમ્પ’નો પ્રારંભ

અડાલજ ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના હસ્તે ‘વંદે માતરમ કેમ્પ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 22થી 28 ઓકટોબર દરમિયાન સાત દિવસીય આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પરસ્પર સમજણ અને રાષ્ટ્રીય ઓળખની ભાવનાને વધુ સુદ્રઢ બનાવવાનો છે.

આ આયોજનથી યુવાનોને પોતાની સંસ્કૃતિ તથા પરંપરાઓની આપ-લે કરવાનો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનો અવસર મળ્યો હોવાનું શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું. 

માય ભારત, ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ, 28 ઑક્ટોબર સુધી ચાલનારા આ કેમ્પ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંવાદો અને પ્રવાસો થકી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા સક્ષમ, જાગૃત અને જવાબદાર યુવા પેઢીનું ઘડતર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.