ઓક્ટોબર 26, 2026 8:46 એ એમ (AM)

printer

બંગાળની ખાડી પર સર્જાયેલું હવાનું દબાણ આજે ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે – આંધ્ર, ઓડિશા અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર સર્જાયેલું હવાનું દબાણ આજે ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે. માછીમારોને આગામી બે દિવસ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ અપાઈ છે. આગામી બે દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વડા  ડૉ. મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થઈ શકે છે.

દરમિયાન,આજે કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.