ઓક્ટોબર 26, 2026 8:49 એ એમ (AM)

printer

ભારત 2029 સુધીમાં ચાર કાર્યાત્મક લોન્ચ પેડ સાથે અવકાશ કામગીરીનો વિસ્તાર કરશે

ISROના ચેરમેન વી. નારાયણને કહ્યું, ભારત 2029 સુધીમાં ચાર કાર્યાત્મક લોન્ચ પેડ સાથે અવકાશ કામગીરીનો નોંધપાત્ર વિસ્તાર કરશે. શ્રી નારાયણને જણાવ્યું કે, તમિલનાડુના કુલશેખરપટ્ટીનમ ખાતે 2 હજાર એકરમાં સમર્પિત નાના ઉપગ્રહ લોન્ચ વાહન સંકુલ અને શ્રીહરિકોટા ખાતે ત્રીજો લોન્ચ પેડ કાર્યરત કરાશે. જે ઉપગ્રહ પ્રક્ષેપણની વૈશ્વિક માંગને પૂર્ણ કરશે. ચેન્નાઈ નજીક પોરુર ખાતે એક ખાનગી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધન કરતાં તેમણે આ માહિતી આપી.

તેમણે કહ્યું, ISRO આગામી બે મહિનામાં પ્રથમ અનક્રુડ ગગનયાન પરીક્ષણ કરવાની યોજના ધરાવે છે, ત્યારબાદ ક્રુડ મિશન પહેલાં બે અનુગામી અનક્રુડ પરીક્ષણો કરશે.

શ્રી નારાયણને ચંદ્રયાન-5ની યોજના અંગે પ્રકાશ પાડતા કહ્યું, આ મિશન જાપાનની અવકાશ એજન્સી સાથે સહયોગી ચંદ્ર મિશન છે, જેમાં 100 દિવસના સપાટી પ્રયોગો કરવા રચાયેલ 350 કિલોગ્રામનું રોવર છે.