ઓક્ટોબર 26, 2026 9:13 એ એમ (AM)

printer

વડોદરામાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની બીજી એક દિવસીય મેચમાં ભારતીય મહિલા ટીમે વિજય મેળવીને શ્રેણી જીતી

મહિલા ક્રિકેટમાં, ભારતે વડોદરામાં રમાયેલી બીજી ​એક દિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને 121 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી.

આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટે 328 રન બનાવ્યા. હરમનપ્રીત કૌરે સૌથી વધુ 126, જ્યારે દીપ્તિ શર્માએ 106 રન બનાવ્યા. 329 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે 48 ઓવર 5 બોલમાં 207 રનમાં ઓલઆઉટ થયું. શ્રેણી ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચ બુધવારે વડોદરામાં જ રમાશે.