ઓક્ટોબર 26, 2026 8:41 એ એમ (AM)

printer

વડોદરામાં રમાયેલી ઝિમ્બાબ્વે સામેની બીજી વન ડેમાં ભારતીય મહિલા ટીમે વિજય મેળવીને શ્રેણી જીતી

મહિલા ક્રિકેટમાં, ભારતે ગઈકાલે વડોદરામાં રમાયેલી બીજી વનડે મેચમાં ઝિમ્બાબ્વેને 121 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી.

આ પહેલા, પ્રથમ બેટિંગ કરતા, ભારતે નિર્ધારિત 50 ઓવરમાં છ વિકેટે 328 રન બનાવ્યા. હરમનપ્રીત કૌરે સૌથી વધુ 126 જ્યારે દીપ્તિ શર્માએ 106 રન બનાવ્યા.  329  રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વેએ 48 ઓવર 5 બોલમાં 207 રનમાં ઓલઆઉટ થયું.

ત્રીજી અને અંતિમ વનડે મેચ બુધવારે વડોદરામાં જ રમાશે.