ઓક્ટોબર 9, 2026 9:14 એ એમ (AM)

printer

વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ અપાતાં ઉત્તર ગુજરાતના મુસાફરોને મોટી રાહત

વલસાડ-વડનગર એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે પ્રાયોગિક સ્ટોપેજ અપાતાં મહેસાણા-વડનગર સહિત ઉત્તર ગુજરાતના મુસાફરોને મોટી રાહત મળી છે. સાંસદ હરિભાઈ પટેલે કરેલી રજૂઆતને મંજૂરી મળતા તેમણે કેન્દ્રીય રેલવે મંત્રીનો આભાર માનતા આ નિર્ણયથી નોકરી-વેપાર માટે અંકલેશ્વર જતા લોકોને લાભ થશે અને સમય અને મુસાફરી ખર્ચમાં બચત થશે તેમ જણાવ્યું હતું.

વડનગરથી વલસાડ વચ્ચે દોડતી ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવાની માંગણી ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. આ અંગે તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અંકલેશ્વર સ્ટોપેજની મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં જ આ સ્ટોપેજ અમલમાં પણ આવી જશે. વડનગર-વલસાડ ટ્રેનને અંકલેશ્વર ખાતે સ્ટોપેજ મળવાથી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મુસાફરોને આવ-જા કરવા માટે મોટી અનુકૂળતા રહેશે.