ઓક્ટોબર 9, 2026 2:58 પી એમ(PM)

printer

કચ્છના ખાવડા નજીક થયેલા માર્ગ અકસ્માતમાં 7 ના મોત

ગુજરાતના કચ્છના ખાવડા નજીક આજે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયાં છે

 મળતી માહિતી મુજબ ખાવડા નજીક સવારે શ્રમિકોને લઈ જતી બોલેરો ગાડી ને હેવી ટ્રકે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્મત સમયે બોલેરોમાં 15થી વધુ કામદારો સવાર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો ને સારવાર માટે ખસેડાયા છે.