મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મંત્રીમંડળની બેઠક યોજાશે.
બેઠકમાં રાજ્યમાં ઓછા વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ, પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા, કૃષિ વાવેતરની સ્થિતિ તથા ખેડૂતો દ્વારા કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની કરવામાં આવેલી માંગ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી તહેવારોની વ્યવસ્થા, અનાજ વિતરણ, યુનિફોર્મ સિવિલ કોડના અમલ બાદની પ્રક્રિયા તેમજ રાજ્ય સરકારના આગામી આયોજન અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવશે.
બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને શાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.