દિલ્હી પોલીસે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં જંતર-મંતર ખાતે CJP દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. અગાઉ માર્ગદર્શિકાના ઉલ્લંઘન અને જાહેર સલામતીની ચિંતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, દિલ્હી પોલીસના સંયુક્ત કમિશનર નુપુર પ્રસાદે જણાવ્યું હતું કે, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન અથવા અન્ય કાર્યક્રમો યોજવા માટે પરવાનગી માંગતી અરજીઓ ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ સબમિટ કરવી આવશ્યક છે.
શ્રીમતી પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો હાલમાં આ વિસ્તારમાં અમલમાં છે, જેમાં જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. દરમિયાન, સુરક્ષા કારણોસર, 45 મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાનો માર્ગ આજે સાંજે 06:00 વાગ્યા સુધી બંધ રહેશે. જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, નવી દિલ્હી, સેવા તીર્થ અને મંડી હાઉસના મેટ્રો સ્ટેશનો બંધ રહશે. દિલ્હી ટ્રાફિક પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ ભાગોમાં ટ્રાફિક ડાયવર્ઝન માટે સલાહ પણ આપી છે.