ઓક્ટોબર 10, 2026 7:03 એ એમ (AM)

printer

સાસણગીરને મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાયું છે ત્યારે પ્રવાસીઓને નિયત સરકારની વેબસાઇટ ઉપર જ નોંધણી કરાવવા વનવિભાગની અપીલ

જુનાગઢના સાસણગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.  સામાન્ય રીતે 15 જૂનથી 15 ઓક્ટોબર સિંહ સહિત વન્ય સૃષ્ટિનો પ્રજનન કાળ હોય અને ચોમાસાના દિવસોમાં જંગલના રસ્તાઓ પણ પરિવહન યોગ્ય ન હોય વન વિભાગ ચાર મહિના માટે સિંહદર્શન બંધ કરે છે

પરંતુ આ વર્ષે ચોમાસાએ ગુજરાતમાંથી સત્તાવાર વિદાય લઈ લીધી હોય વન વિભાગએ સાત દિવસ વેકેશન ટૂંકાવીને આજથી ગીર જંગલને પ્રવાસી માટે ખુલ્લું મૂક્યું છે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના જણાવ્યા મુજબ પ્રથમ દિવસે જ સૌથી વધુ પ્રવાસીઓએ સિંહ દર્શનનો રોમાંચ અનુભવ્યો હતો.