ગુજરાત રાજ્યના મહેસૂલી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર મુદ્દે ચાલી રહેલી હડતાલના સંદરભે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ગઇકાલે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વિગતો આપતા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,આ બેઠકમાં કર્મચારી મંડળની ગ્રેડ-પે અંગેની માંગણી સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક વિશેષ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી મંડળ સાથે વિસ્તૃત વિગતો મેળવીને, રાજ્યના વિવિધ વિભાગો સાથે યોગ્ય સંકલન સાધીને પ્રશ્નોનો કાયમી અને દૂરોગામી ઉકેલ લાવવાની દિશામાં કાર્ય કરશે તથા ભવિષ્યમાં પણ કર્મચારી મંડળના પ્રશ્નો કે રજૂઆતો અંગે કમિટી સ્તરે નિયમિત સંવાદ જાળવશે.