વલસાડ પોલીસે 12 કરોડ 67 લાખના ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. વલસાડ પોલીસની એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સંયુક્ત ઓપરેશન હાથ ધરી, વાપી તાલુકાના છીરી વિસ્તારમાંથી અંદાજિત કિંમત 1 કરોડ 93 લાખનો તેમજ દમણ નજીકના દાદરા, લવાછા બોર્ડર વિસ્તારમાંથી વધુ અંદાજે 10 કરોડ 73 લાખનો એમ બંને સ્થળેથી મળી કુલ 2,535.10 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે આ કેસમાં વાપીના છીરી વિસ્તારમાં તેમજ દાદરા વિસ્તારમાંથી બેની ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.