ઉત્તર ત્રિપુરા પોલીસે આશરે 40 કરોડ રૂપિયાની કિંમતની 50 કિલોની શંકાસ્પંદ યાબા ગોળીઓ જપ્ત કરી છે.પાણીસાગર પોલીસ સ્ટેશન હેઠળ પોલીસે હાથ ધરેલા એક મોટા ઓપરેશન દરમિયાન આ જપ્તી કરવામાં આવી હતી.
ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી શેર કરી, યુવાનો અને સમાજને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે પોલીસ અને સુરક્ષા દળોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આ સફળતા નશા મુક્ત ત્રિપુરા બનાવવાના મિશનને વધુ સક્ષમ બનાવશે.