સપ્ટેમ્બર 25, 2026 9:27 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું આજે ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોની ચોથી આવૃત્તિ આજથી ગ્રેટર નોઇડાના ઇન્ડિયા એક્સ્પો સેન્ટર ખાતે આજે ઉદ્ઘાટન કરશે.

‘અલ્ટિમેટ સોર્સિંગ બિગીન્સ હીયર’ થીમ પર આધારિત આ પ્રદર્શન 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.આ કાર્યક્રમમાં 2,400 થી વધુ પ્રદર્શકો, 1.5 લાખ B2B ખરીદદારો અને 4.5 લાખથી વધુ સામાન્ય મુલાકાતીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

આ વર્ષે એક મુખ્ય હાઇલાઇટ ‘એક જિલ્લો, એક ભોજન’ પહેલની રજૂઆત છે, જે ‘એક જિલ્લો, એક ઉત્પાદન’ યોજના સાથે રાજ્યના પરંપરાગત રાંધણ વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે દર્શાવવામાં આવશે.