ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના મિલ્કીપુર તહસીલમાં 26 હેક્ટર ઉજ્જડ જમીન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ – NSGના પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને નિ:શુલ્ક ફાળવવાના નિર્ણયને મંજૂરી આપી છે.
શુદ્ધ લાલખાન ગામમાં લગભગ 65 એકરમાં ફેલાયેલી આ જમીનની બજાર કિંમત આશરે 16.90 કરોડ રૂપિયા છે. આ નિર્ણયનો હેતુ અયોધ્યામાં સુરક્ષા મજબૂત બનાવવાનો છે.
અયોધ્યા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મુખ્ય સાંસ્કૃતિક, ધાર્મિક અને વ્યૂહાત્મક કેન્દ્ર છે, જેના કારણે સંભવિત સુરક્ષા પડકારોનો સામનો કરવા અને કટોકટી દરમિયાન ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે ત્યાં કાયમી NSG પ્રાદેશિક સુવિધાની સ્થાપના મહત્વપૂર્ણ બની રહશે.