સપ્ટેમ્બર 4, 2026 1:37 પી એમ(PM)

printer

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વચ્ચે રાહત-બચાવ માટે તંત્ર ખડેપગે -17 હજારથી વધુને સલામત સ્થળે ખસેડાયા.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ યથાવત છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશનમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની સાથે, ખોરાક, રાહત સામગ્રી અને આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 17 હજાર 544 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. હાલમાં, આશરે પાંચ હજાર લોકો પૂર આશ્રયસ્થાનોમાં રહી રહ્યા છે. રાજ્યમાં કુલ 1 હજાર 312 પૂર આશ્રયસ્થાનો સ્થાપિત કરવામાં આવ્યા છે.

 ઉત્તર પ્રદેશ પૂર રાહત કમિશનર કાર્યાલય અનુસાર, રાજ્યના 26 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. રાહત અને બચાવ તંત્રની સક્રિયતાને કારણે અત્યાર સુધી કોઈ માનવ કે પ્રાણીના જાનહાનિના અહેવાલ નથી. અસરગ્રસ્ત લોકોને 72 હજાર 897 પૂર રાહત કીટ અને 3.67 લાખથી વધુ લંચ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

અસરકારક રાહત અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા, 1 હજાર 634 પૂર ચોકીઓ, 1 હજાર 697 બોટ અને મોટરબોટ અને 1 હજાર 68 તબીબી ટીમો સક્રિય છે.