સરકારે સ્પષ્ટતા કરી કે, વ્યક્તિ-થી-વ્યક્તિ દ્વારા ગમે તટેલી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તો પણ UPI વ્યવહારો માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, નાના વેપારીઓ માટે શૂન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માળખા હેઠળ આવરી લેવામાં આવતા વ્યવહારો સાથે વેપારીઓને બે હજાર રૂપિયા સુધીની ચુકવણી પણ નિઃશુલ્ક રહેશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, MDR ફક્ત બે હજાર રૂપિયાથી વધુના ચોક્કસ વેપારી વ્યવહારો પર જ લાગુ થશે.