રાજ્યમા છેલ્લા 24 કલાકમા 110 તાલુકામા વરસાદ પડ્યો છે. સૌથી વધુ કચ્છના માંડવીમા 7 ઈંચ, અબડાસામા 2 ઈંચ, નખત્રાણામા દોઢ ઈંચ, ભૂજમા 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા.
પંચમહાલના ઘોઘંબાના મોઘાધરા ગામે ભારે વરસાદને પગલે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ, જ્યારે એક બકરીનું મોત થયું છે. મકાન સાથે ઘરવખરીને પણ નુકસાન થયું છે.
રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસાદની સંભાવના છે. ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર; જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ પણ મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે 40થી 50 કિલોમીટર પ્રતિકલાકે પવન ફૂંકવાની શક્યતાના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.