સપ્ટેમ્બર 16, 2026 9:19 એ એમ (AM)

printer

ભારતે ટી20 મેચમાં અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી

પુરૂષ ક્રિકેટમાં, ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં અફઘાનિસ્તાનને સાત વિકેટથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી.

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 159 રન બનાવ્યા. જેમાં કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાને 33 બોલમાં સૌથી વધુ 37 રન બનાવ્યા. જવાબમાં ભારતે 14 ઓવર અને 5 બોલમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા.

ભારત તરફથી સંજુ સેમસને 22 બોલમાં સૌથી વધુ 57, જ્યારે અભિષેક શર્માએ 19 બોલમાં 39 રન બનાવ્યા. ઈશાન કિશન 23 બોલમાં 38 રન બનાવી અણનમ રહ્યાં. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે દિલ્હીના આ જ મેદાન પર રમાશે.