સપ્ટેમ્બર 16, 2026 9:06 એ એમ (AM)

printer

એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય હોકી ટીમને ગાંધીનગર ખાતેથી વિદાય આપવામાં આવી

એશિયન ગેમ્સ આઈચી-નાગોયા 2026 માટે રવાના થયેલી ભારતીય પુરુષ અને મહિલા કબડ્ડી ટીમોને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE), ગાંધીનગર ખાતેથી ઉષ્માભર્યું વિદાય આપવામાં આવી હતી.

પુરુષોની ટીમનું નેતૃત્વ મુખ્ય કોચ બલવાન સિંહ કરી રહ્યા છે, જેમાં બીસી રમેશ અને અનુપ કુમાર સહાયક કોચ છે, જ્યારે મહિલા ટીમનું કોચ નીતા દડવે છે, જેમાં મમતા પૂજારી સહાયક કોચ છે. બંને ટીમોમાં 12 ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સની તૈયારીના ભાગ રૂપે, બંને ટીમોએ 5 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન SAI NCOE ગાંધીનગર ખાતે અંતિમ તૈયારી શિબિર યોજી હતી.

બંને ટીમના સભ્યોને પરંપરાગત ટીકા અને માળા આપવામાં આવી હતી, જ્યારે બંને ટીમના કોચ, કેપ્ટન અને ઉપ-કેપ્ટનને પરંપરાગત શાલ અર્પણ કરવામાં આવી હતી. ટીમોને તેમના એશિયન ગેમ્સ અભિયાનમાં સફળતાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.