સપ્ટેમ્બર 16, 2026 9:49 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 76 જરૂરિયાતમંદ મહિલાઓને અમદાવાદમાં દેશી ગીર ગાયનું ગૌદાન કરાશે.. અમરેલીના 40 તબીબો દર્દીઓની રાહત દરે સારવાર કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળા દ્વારા ગુજરાતની 76 જરૂરિયાતમંદ મહિલાઓને 76 દેશી ગીર ગાયનું નિઃશુલ્ક ગૌદાન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદના વીંઝોલ ખાતે આજે આ કાર્યક્રમ યોજાશે.

આ પહેલનો હેતુ મહિલાઓને પશુપાલન દ્વારા સ્વરોજગાર અને સ્થાયી આવકનું સાધન પૂરું પાડી આત્મનિર્ભર બનાવવાનો છે. ગૌશાળા દ્વારા પશુઆહાર, આરોગ્ય સહાય અને પશુચિકિત્સકીય માર્ગદર્શન પણ આપવામાં આવશે. ગૌદાન બાદ પણ લાભાર્થી પરિવારોને માર્ગદર્શન અને જરૂરી સહયોગ ચાલુ રાખવામાં આવશે.