સપ્ટેમ્બર 16, 2026 9:20 એ એમ (AM)

printer

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વધુ 128 કેન્ટિન અને હોસ્ટેલની તપાસમાં ચારને બંધ કરાઇ 38ને સુધારણા નોટિસ

સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા ગઇકાલે પણ રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું જેમાં સાંજે 06:00 વાગ્યા સુધીમાં કુલ 128 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી.

25 સરકારી, 35 અર્ધસરકારી અને 68 ખાનગી હોસ્ટેલમાં તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરનારી 4 હોસ્ટેલની કેન્ટિન બંધ કરાઇ, 38ને સુધારણા નોટિસ અપાઇ જ્યારે 11 નમૂના પરિક્ષણ માટે મોકલી અપાયા હતા.