કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ભાવનગર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે પાલિતાણાના મોટી પાણિયાળી ખાતે વર્ગખંડોનું ખાતમુહૂર્ત અને અનિડા ડેમ ખાતે વર્ગખંડોનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે ભૂતિયા ગામ નજીક પૂલનું ખાતમુહૂર્ત કર્યું. શ્રી માંડવિયાએ નાની રાજસ્થળી ખાતે આંબેડકર ભવનનું લોકાર્પણ કર્યું. તેઓ કદમગીરીમાં શ્રીમદ ભાગવત કથા અને યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા તેમજ વાણિયાવીડી ખાતે કાળિયા ઠાકર મંદિરના દર્શન પણ કર્યા.
Site Admin | સપ્ટેમ્બર 5, 2026 7:07 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું