નવેમ્બર 8, 2026 9:48 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં દિવાળીના તહેવારની ઉજવશે – આવતીકાલે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ  આજે અમદાવાદમાં પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે. ગઇકાલે શ્રી શાહે અમદાવાદ ખાતે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, નાશમુક્ત ભારત અભિયાન સહિતની સર્વગ્રાહી સમીક્ષા કરી. 

આવતીકાલે  અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સરખેજ ગાંધીનગર હાઇવે પર બનાવવામાં આવેલા ચાર કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું પણ તેઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વાડજ રામાપીરના ટેકરા ખાતે આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ બાદ રાણીપમાં તેઓ જાહેર સભાને પણ સંબોધન કરશે.

10 નવેમ્બરે બેસતા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતાના થલતેજ ખાતેના નિવાસસ્થાને ભાજપના નેતાઓને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.