નવેમ્બર 8, 2026 9:34 એ એમ (AM)

printer

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રોડ-શો સહિત આઠ ગોળ મેજી અને ચાર મંત્રી સ્તરીય બેઠકો યોજાઇ

રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027નો રોડ-શો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આઠ ગોળ મેજી બેઠકોમાં 150થી વધુ ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ પ્રતિનિધિ મંડળે 11 વન-ટૂ-વન બેઠકો, 4 મંત્રીસ્તરીય બેઠકો અને 6 સાઇટની મુલાકાતો લીધી.

આ રોડ-શૉનો મુખ્ય હેતુ આર્થિક ભાગીદારી મજબૂત કરવાનો, રોકાણ આકર્ષવાનો અને ક્રિટિકલ મિનરલ્સ, ઊર્જા, શિક્ષણ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસન ક્ષેત્રે ગુજરાતમાં રહેલી તકોને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો હતો. પ્રવાસના ભાગરૂપે મેલબોર્ન અને બ્રિસ્બેનમાં ભારતીય અને ગુજરાતી સમુદાય માટે 2 કાર્યક્રમો યોજાયા હતા.