આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજયભરના ખોરાક અને ઔષધ વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજી. બેઠકમાં રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા વિભાગની કામગીરીની સમીક્ષા અને ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે શ્રી પાનશેરીયાએ ખાદ્ય ગુણવત્તા અને સ્વચ્છતાના માપદંડોમાં સમગ્ર દેશમાં ગુજરાત રોલ મોડલ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. તેમણે એનાલોગ પનીર, ચીઝ, બટર અને ડુપ્લીકેટ ઘી જેવા ભેળસેળયુક્ત પદાર્થો વેચનારા અસમાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી.