કેન્દ્રીય મંત્રીમંડળે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન-EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટે વેતન મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 25 હજાર રૂપિયા પ્રતિ માસ કરી છે. આજે મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નિર્ણયથી 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓને ફરજિયાત EPFO કવરેજ હેઠળ આવરી લેવાની અપેક્ષા છે, જેનાથી કામદારો માટે સામાજિક સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે. તેનો વાર્ષિક સરકારી ખર્ચ આશરે 11 હજાર 339 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
મંત્રીએ જણાવ્યું હતું કે EPFO વેતન મર્યાદા 2004 થી 2014 સુધીના દાયકા દરમિયાન યથાવત રહી હતી, જે સપ્ટેમ્બર 2014 માં નોંધપાત્ર રીતે વધારીને 15 હજાર રૂપિયા કરવામાં આવી હતી.