સપ્ટેમ્બર 9, 2026 8:06 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રીમંડળે 20 હજાર 700 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેના આઠ મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 20 હજાર 700 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેના આઠ મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે મંત્રીમંડળે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાના 17 જિલ્લાઓને આવરી લેતા પાંચ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને પણ મંજૂરી આપી છે. તેમણે કહ્યું સરકારે 10 હજાર 700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ત્રણ મલ્ટીટ્રેકિંગ રેલવે પરિયોજનાઓને પણ મંજૂરી આપી છે.

જે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના 14 જિલ્લાઓને આવરી લેશે. તેમણે જણાવ્યું હતું કે મંત્રીમંડળે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાના 17 જિલ્લાઓને આવરી લેતા પાંચ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું સરકારે તમામ સાત હાઇ-ડેન્સિટી રેલ્વે કોરિડોરને ચાર-લેન અને ચાર-લેન બનાવવાનો નિર્ણય લીધો છે.

તેમણે જણાવ્યું મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સેવા આવતા વર્ષે શરૂ થશે.