યુક્રેને ડ્રોન અને મિસાઇલ હુમલા થકી રશિયાના નોવોરોસિયસ્ક બંદર પર આવેલા મોટા બે મુખ્ય અનાજ નિકાસ ટર્મિનલ અને કાળા સમુદ્ર પરના છેલ્લા મોટા રશિયન નૌકાદળના થાણા પર હુમલો થયો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાતોરાત થયેલા હુમલામાં આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય 24 ઘાયલ થયા હતા. યુક્રેનની સેનાએ કહ્યું કે, બે ફ્રિગેટ સહિત ચાર રશિયન યુદ્ધ જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો. રશિયાએ આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી નથી. જયારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે, કિવ દ્વારા રશિયન બેઝ પર હુમલો કરવા માટે અનોખા ઓપરેશનમાં રોકેટ, જેટ અને નૌકાદળના ડ્રોન છોડવામાં આવ્યા હતા, જોકે તેમણે અનાજ ટર્મિનલ પર હુમલો થવાનો ઉલ્લેખ કર્યો ન હતો.
Site Admin | ઓગસ્ટ 13, 2026 9:23 એ એમ (AM)
યુક્રેનએ ડ્રોન અને મિસાઇલ વળે રશિયન નૌકાદળના થાણા પર હુમલો કર્યો