ઓગસ્ટ 29, 2026 9:52 એ એમ (AM)

printer

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ UGC-NET પરીક્ષાના 84 વિષયના પરિણામ જાહેર કર્યા

UGC નેટે 84 વિષયો માટે લેવાયેલ પરિક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જેમાં ચાર હજારથી વધુ ઉમેદવારો જુનિયર રિસર્ચ ફેલોશિપ માટે ક્વોલિફાય થયા છે. આ વર્ષે જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રના પ્રશ્નપત્રોમાં તથ્યાત્મક, ટાઈપિંગ, ભાષાંતર અને ભાષાને લગતી ભૂલો જોવા મળી હતી. નિષ્ણાતોની સમિતિની તપાસ બાદ NTAએ આ ત્રણેય વિષયોની પરીક્ષા ફરીથી લેવાનો આદેશ કર્યો છે.

પરીક્ષાના લગભગ બે મહિના પછી NTAએ 16 ઓગસ્ટે યુજીસી-નેટે જવાબ વહી જાહેર કરી હતી. આ સાથે જ સોશિયોલોજી, કોમર્સ અને અંગ્રેજીના પેપરો માટે એક ખાસ નોટિસ પણ બહાર પાડી હતી.

પ્રશ્નપત્રોની ભૂલોને કારણે NTAએ સ્પષ્ટતા કરી છે કે, આ ત્રણ વિષયોની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં ફરીથી લેવામાં આવશે. ફરીથી પરીક્ષાઓ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જેના માટે ઉમેદવારોએ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં.