ઓગસ્ટ 11, 2026 11:30 એ એમ (AM)

printer

તુર્કીની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપી

તુર્કીયેની સંસદે હજારો કુર્દિશ આતંકવાદીઓને શરતી માફી આપતા કાયદાને મંજૂરી આપી છે. આનાથી કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી સાથે શાંતિ પહેલને આગળ વધારવામાં મદદ મળશે.

આ કાયદા હેઠળ, કુર્દીશ આતંકવાદીઓ સંપૂર્ણપણે શસ્ત્રો સોંપી દે તો જ માફી આપવામાં આવશે. ગયા વર્ષે, કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટીએ તુર્કીયે સરકાર સામેના તેના દાયકાઓથી ચાલી આવતા સશસ્ત્ર અભિયાનનો અંત લાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય તેના જેલમાં બંધ નેતા અબ્દુલ્લા ઓકલાનના કોલ બાદ લેવામાં આવ્યો હતો.

આ નિર્ણયથી તુર્કીયે અને ઇરાક વચ્ચેના સંબંધો મજબૂત થવાની શક્યતા છે.