દેશભરમાં આવતીકાલથી “સ્વચ્છતા હી સેવા 2026” અભિયાન શરૂ થશે. 17 ઓક્ટોબર સુધી ચાલનાર આ અભિયાનની આ વર્ષની વિષયવસ્તુ “સ્વચ્છતા મેં સહયોગ, સ્વચ્છ ભારત, વિકાસિત ભારત” છે, જે સ્વચ્છ અને વિકસિત ભારતના વિઝનને આગળ વધારવામાં સામૂહિક ભાગીદારી અને સહિયારી જવાબદારીના મહત્વને પ્રતિબિંબિત કરે છે.
આ અભિયાનમાં નિયુક્ત સ્થળો અને વધુ ટ્રાફિક ધરાવતા જાહેર સ્થળોની સફાઈ, યુવાનોની ભાગીદારી વધારવા અને કચરાથી સંપત્તિ સુધીની પહેલ દ્વારા “સ્વચ્છતા સે સમૃદ્ધિ” ને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.