સપ્ટેમ્બર 17, 2026 10:15 એ એમ (AM)

printer

દેશભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન 2026નો આરંભ

દેશભરમાં આજથી સ્વચ્છતા હી સેવા અભિયાન 2026નો આરંભ થયો છે. આ અભિયાનની વિષયવસ્તુ સ્વચ્છતામાં સહભાગિતા: સ્વચ્છ ભારત, વિક્સિત ભારત છે. આ વર્ષનું અભિયાન સ્વચ્છતા લક્ષ્ય એકમો અને સ્વચ્છ જાહેર સ્થળોનું પરિવર્તન, સ્વચ્છ પાઠશાળા: સ્વચ્છતા માટે યુવા, સફાઈ મિત્ર સુરક્ષા સન્માન શિબિર, સ્વચ્છતા માટે જન ભાગીદારી, અને સ્વચ્છતા સે સમૃદ્ધિ સહિત પાંચ મુખ્ય સ્તંભોની આસપાસ કેન્દ્રિત છે.  

આ વર્ષના અભિયાનની વિગતો શેર કરતાં, જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે, પ્રવાસન કેન્દ્રિત દરિયાકિનારા સહિત પ્રવાસન સ્થળોની સફાઈ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

1 ઓક્ટોબરના રોજ, એક દિન, એક ઘંટા અને એક સાથ હેઠળ દેશભરમાં એક સાથે સ્વૈચ્છિક શ્રમદાન અને સ્વચ્છતા અભિયાન યોજાશે.