સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં સરકારી જમીન પર ચાલતા મોટા પાયે ગેરકાયદેસર કોલસા ખનનના રેકેટ પર વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામા આવી છે. ચોટીલાના નાયબ કલેકટર એસ.વી.કલસરીયા અને તેમની ટીમ દ્વારા સરકારી જમીનમાં આકસ્મિક તપાસ કરી ગેરકાયદે ચાલતા કોલસાના ખનન કરતા અને પાણી કાઢતા 63 કુવાઓ જપ્ત કર્યા છે.
આ ગેરકાયદે કુવાઓ ૫રથી 71 લાખ 45 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર કોલસાનું ખનન કયા ઇસમો દ્વારા કરવામાં આવ્યુ છે તેને લઈ તપાસ ચાલુ છે.